JUST THINK

વિકાશ કોને કહેવાય? આ એક ખૂબ જ ઊંડાણપૂર્વક વિચાર માંગીલે એવો સવાલ છે. આજે આપણે ઘણી જગ્યાએ સાંભળીએ છીએ કે વિકાશ થઇ રહ્યો છે. પરંતુ શું ખરેખર આપણે વિકાશ કરી રહ્યા છીએ? શું આપનો બૌદ્ધિક વિકાશ થયો છે? શું આપણે કોઈ પણ વાત અથવા ઘટનાનું સમર્થન આપણી વૈચારિક બુદ્ધિથી કરીએ છીએ?

આપણે હજુ પણ કોઈ પણ વાતનું સમર્થન ફક્ત પ્રચારના કારણે જ કરીએ છીએ. આપણે આપણી બૈદ્ધિક ક્ષમતાનો ઉપયોગ કાર્ય વગર જ આ વાતને માની લઈએ છીએ.

ઉદાહરણ તરીકે, 1 વર્ષ પહેલા 14 ફેબ્રુઆરીના દિવસે વોટ્સઅપ ઉપર એવા મેસેજ ફરતા થયા હતા કે 14 ફેબ્રુઆરીના દિવસે શહીદ ભગતસિંહને ફાંસી આપવામાંઆ આવી હતી. માટે આ દિવસને વેલેન્ટાઈન ડે તરીકે ઉજવવો નહિ. પરંતુ શહીદ દિવસ તરીકે ઉજવવો જોઈએ. પરંતુ હકીકતમાં ભગતસિંહને 23 માર્ચની રાત્રે ફાંસી આપવામાં આવી હતી. લોકો આંધળા અને બહેરની માફક આ મેસેજ ફોરવર્ડ કરતા હતા. લોકો પોતાની સામાન્ય સમજણનો પણ ઉપયોગ નથી કરતા કે એક વાર ઈન્ટરનેટ ઉપર ચકાસી લે. આ છે આપણો બૌદ્ધિક વિકાસ.

આજકાલ, ઘણા નેતાઓ ચૂંટણી પ્રચાર માટે પોતાના કર્યો પ્રદર્શિત કરે છે. પરંતુ કોઈ પણ વ્યક્તિ આ નથી વિચારતું કે આપણે જેને ચૂંટવા જય રહ્યા છે આ વ્યક્તિ ખરેખર યોગ્ય છે કે નહિ. તેમના વિષે તેમની પાસે માહિતી કેટલી છે? તેમને આગળ સમાજ સેવા માટે કયા કાર્યો કર્યા છે? તેમનો પોલીસ રેકોર્ડ શું છે? આ બધી હકીકતો જાણ્યા વગર આપણે ફક્ત પાર્ટી અથવા મુખ્ય નેતાને જોઈને વોટ કરીએ છીએ. શું આ આપનો બૌદ્ધિક વિચાર છે?

સમાજને હાલ એક સારા આગેવાનની જરૂર છે. પરંતુ આગેવાન કરતા પણ વધારે એક એવા શિક્ષકની જરૂર છે જે લોકોની વૈચારિક બુદ્ધીમાં પરિવર્તન લાવી શકે. હાલ આપણી વૈચારિક ક્ષમતા એટલી જ છે જે 200-500 વર્ષ પહેલાના વ્યક્તિઓમાં હતી. ત્યારે પણ લોકો ધર્મના નામ ઉપર જે કઈ પણ કહેવામાંઆ આવે તેને આંધળા અને બહેરાની વિચાયા વગર માની લેતા હતા.

અહીં મારો અર્થ ધર્મ અથવા રાજનીતિનો વિરોધ કરવાનો નથી. પરંતુ સમાજમાં લોકોની વૈચારિક ક્ષમતા વિકસાવવાનો છે. 

Comments

Popular posts from this blog

ધર્મ

CAPITALISM IS A FAILURE

જરા વિચારો!