CAPITALISM IS A FAILURE

જેટ એરવેઝની નાદારી પર ઘણા વિશેષજ્ઞો વિશ્લેષણ કરી રહ્યા છે. કોઈ કહે છે કે જેટ ની આ ભૂલ હતી અને કોઈ કહે છે કે જેટ ની ફલાણી ભૂલ હતી, નોકરિયાત વર્ગ પોતાની નોકરી વિશે વિશ્લેષણ કરે છે, વગેરે વગેરે. પણ કોઈ આપણી સમાજ વ્યવસ્થા કે જે મૂડીવાદ આધારિત છે, એ ની ચર્ચા નથી કરતા. જેટની નાદારી એ જેટ ની નિષ્ફળતા નથી. પરંતુ એ આપણી મૂડીવાદી સમાજ વ્યવસ્થાની નિષ્ફળતા છે. સૌ પહેલા મૂડીવાદ જેમને ખબર નથી તેમના માટે.

મૂડીવાદ: "એવી અર્થવ્યવસ્થા જેમાં દેશના નાણાકીય વ્યવહાર સરકારના બદલે ખાનગી સંસ્થા ઘ્વારા થતા યોય."
એટલે આવી સંસ્થામાં નાણાંના વ્યવહારો અને નફા-નુકશાનના ધોરણો પાર સરકારનો અંકુશ ન હોય. સરકાર ફક્ત ટેક્ષ અને બીજા વેરા વસૂલી શકે. પરંતુ બીજા હસ્તક્ષેપ સરકારના હાથમાં હોતા નથી. અને આ જ કારણ છે કે જેટ એરવેઝ જ નહીં, વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોકસી વગેરે ઉદ્યોગપતિ બેંકો પાસેથી લોન લઇ ફરાર થાય ગયા છે. અને સરકાર મૂક દર્શકની જેમ ફક્ત ટાળી પડતી રહી છે.

મૂડીવાદ એવી સમાજ વ્યવસ્થા છે કે જેમાં 1% લોકો પાસે 99% સંપત્તિ છે. અને 99% લોકો પાસે 1% સંપત્તિ છે. અંબાણી અને અદાણી જેવા પૈસાદાર વધુ પૈસાદાર બનતા જાય છે અને ગરીબ વધુ ગરીબ બનતા જાય છે. જીવનનો આધાર માત્ર અને માત્ર પૈસા જ બનીને રહી ગયો છે. આ તે કેવી સમાજ વ્યવસ્થા કે જેમાં પૈસા વગર જીવન ટકાવવું અશક્ય છે. સામાન્ય વ્યક્તિએ પોતાનું ઘર ચલાવવા માટે 12 થી 15 કલાક નોકરી કરાવી પડે છે. કોઈપણ વ્યક્તિએ પોતાની આવડત વિકસાવવી હોય તો પૈસા જોઈએ. નોકરી છોડી ઘંધો કરવો હોય તો પૈસા જોઈએ. મેડિકલ, સ્કૂલ, દરેક માટે પૈસા જરૂરી છે. નાનપણથી બાળકોને પણ પૈસા કઈ રીતે કમાવાનું ભણવાનું શિક્ષણ આપવાંમાં આવે છે. લોકોએ  પોતાની રચનાત્મક પ્રવૃત્તિ કરતા પૈસાને વધારે મહત્વ આપાવું પડે છે.

મૂડીવાદ ના કારણે ભ્રષ્ટચાર, અનૈતિક્તા, આતંકવાદ અને બીજા ઘણા સામાજિક દૂષણો પેદા થયા છે. સાથે સાથે ગ્લોબલ વોર્મિગ જેવા વૈશ્વિક ચિંતાનો વિષય પણ પેદા થાયો છે. લોકો પોતાની મૂળભૂત જરૂરિયાતો થી પણ વંચિત રહી જાય છે. આપણે એક રીતે પૈસા ના ગુલામ બની ને રહી ગયા છીએ. આપણે પૈસાની દોડની આંટા ઘૂંટીમાં એવા જકડાઈ ગયા છે કે કોઈ એક વ્યક્તિ નાદાર થાય તો એની પાછળ અનેક વ્યક્તિઓનું જીવન તકલીફમાં મુકાય જાય છે. ઘણા લોકો આત્મહત્યા ના માર્ગે પણ જતા રહે છે. આ મૂડીવાદી સમાજ વ્યવસ્થા ની ખામી છે.

કાર્લ માર્ક્સના સિદ્ધાંતનો અગત્યનો પાસા 'અતિરિક્ત મૂલ્ય' છે. આ તે મુલ્ય છે જે મજૂરો તેના વેતન ઉપરાંત પેદા કરે છે. માર્ક્સ મુજબ, સમસ્યા એ છે કે ઉત્પાદનના માધ્યમોના માલિકો આ વધારાનું મૂલ્ય લે છે અને સર્વનામની કિંમતે તેમના નફામાં મહત્તમ વધારો કરે છે. આ રીતે મૂડી એક જગ્યાએ અને થોડા હાથમાં કેન્દ્રિત થઈ જાય છે અને આ કારણે બેરોજગારીમાં વધારો થાય છે અને વેતન ઘટશે. તે આજે પણ જોઈ શકાય છે.

રાજકારણીઓ આપણને રામ રાજ્યની વાતો કરે છે. પણ રામ રાજ્યનું મોડલ બતાવતા નથી. આર્થિક સમાનતા અને સામાજિક સમાનતા વિશે બોલતા નથી. અને ફક્ત મૂડીવાદ ને પોષણ આપે છે.

જ્યા સુધી આર્થિક સમાનતા ન આવે ત્યાં સુધી સમાજનો વિકાશ એક ભ્રમ છે. જો આપણે હમણાં વિચારીશુ નહીં  તો આપણી આવનારી પેઢી ને પણ આપણે મૂડીવાદની ગટર માં નાંખીશુ.

Comments

Popular posts from this blog

ધર્મ

જરા વિચારો!