Posts

Showing posts from April, 2019

CAPITALISM IS A FAILURE

Image
જેટ એરવેઝની નાદારી પર ઘણા વિશેષજ્ઞો વિશ્લેષણ કરી રહ્યા છે. કોઈ કહે છે કે જેટ ની આ ભૂલ હતી અને કોઈ કહે છે કે જેટ ની ફલાણી ભૂલ હતી, નોકરિયાત વર્ગ પોતાની નોકરી વિશે વિશ્લેષણ કરે છે, વગેરે વગેરે. પણ કોઈ આપણી સમાજ વ્યવસ્થા કે જે મૂડીવાદ આધારિત છે, એ ની ચર્ચા નથી કરતા. જેટની નાદારી એ જેટ ની નિષ્ફળતા નથી. પરંતુ એ આપણી મૂડીવાદી સમાજ વ્યવસ્થાની નિષ્ફળતા છે. સૌ પહેલા મૂડીવાદ જેમને ખબર નથી તેમના માટે. મૂડીવાદ:   "એવી અર્થવ્યવસ્થા જેમાં દેશના નાણાકીય વ્યવહાર સરકારના બદલે ખાનગી સંસ્થા ઘ્વારા થતા યોય." એટલે આવી સંસ્થામાં નાણાંના વ્યવહારો અને નફા-નુકશાનના ધોરણો પાર સરકારનો અંકુશ ન હોય. સરકાર ફક્ત ટેક્ષ અને બીજા વેરા વસૂલી શકે. પરંતુ બીજા હસ્તક્ષેપ સરકારના હાથમાં હોતા નથી. અને આ જ કારણ છે કે જેટ એરવેઝ જ નહીં, વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોકસી વગેરે ઉદ્યોગપતિ બેંકો પાસેથી લોન લઇ ફરાર થાય ગયા છે. અને સરકાર મૂક દર્શકની જેમ ફક્ત ટાળી પડતી રહી છે. મૂડીવાદ એવી સમાજ વ્યવસ્થા છે કે જેમાં 1% લોકો પાસે 99% સંપત્તિ છે. અને 99% લોકો પાસે 1% સંપત્તિ છે. અંબાણી અને અદાણી જેવા પૈસાદાર વધુ