Posts

Showing posts from May, 2019

JUST THINK

Image
વિકાશ કોને કહેવાય? આ એક ખૂબ જ ઊંડાણપૂર્વક વિચાર માંગીલે એવો સવાલ છે. આજે આપણે ઘણી જગ્યાએ સાંભળીએ છીએ કે વિકાશ થઇ રહ્યો છે. પરંતુ શું ખરેખર આપણે વિકાશ કરી રહ્યા છીએ? શું આપનો બૌદ્ધિક વિકાશ થયો છે? શું આપણે કોઈ પણ વાત અથવા ઘટનાનું સમર્થન આપણી વૈચારિક બુદ્ધિથી કરીએ છીએ? આપણે હજુ પણ કોઈ પણ વાતનું સમર્થન ફક્ત પ્રચારના કારણે જ કરીએ છીએ. આપણે આપણી બૈદ્ધિક ક્ષમતાનો ઉપયોગ કાર્ય વગર જ આ વાતને માની લઈએ છીએ. ઉદાહરણ તરીકે, 1 વર્ષ પહેલા 14 ફેબ્રુઆરીના દિવસે વોટ્સઅપ ઉપર એવા મેસેજ ફરતા થયા હતા કે 14 ફેબ્રુઆરીના દિવસે શહીદ ભગતસિંહને ફાંસી આપવામાંઆ આવી હતી. માટે આ દિવસને વેલેન્ટાઈન ડે તરીકે ઉજવવો નહિ. પરંતુ શહીદ દિવસ તરીકે ઉજવવો જોઈએ. પરંતુ હકીકતમાં ભગતસિંહને 23 માર્ચની રાત્રે ફાંસી આપવામાં આવી હતી. લોકો આંધળા અને બહેરની માફક આ મેસેજ ફોરવર્ડ કરતા હતા. લોકો પોતાની સામાન્ય સમજણનો પણ ઉપયોગ નથી કરતા કે એક વાર ઈન્ટરનેટ ઉપર ચકાસી લે. આ છે આપણો બૌદ્ધિક વિકાસ. આજકાલ, ઘણા નેતાઓ ચૂંટણી પ્રચાર માટે પોતાના કર્યો પ્રદર્શિત કરે છે. પરંતુ કોઈ પણ વ્યક્તિ આ નથી વિચારતું કે આપણે જેને ચૂંટવા જય રહ્યા છે આ વ્યક્ત

SYSTEM OF HONEY BEES

Image
માનવી સામાજીક પ્રાણી છે. જંગલોમાંથી નીકળીને માનવીએ ગામડા અને શહેર વિકસાવ્યા અને એક સભ્ય સમાજની સ્થાપના કરી. જેમાં લોકોને પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ જેવી કે ઘર, ખોરાક, પાણી વગેરે વગેરે સુખ સુવિધાઓ ઉપલબ્ધ છે. સમાજમાં દરેક માટે પોતાની આવડત મુજબ કર્યો નિશ્તિત છે. ખેડુત ખેતી કરે છે, સૈનિકો સરહદની રક્ષા કરે છે, વેપારી ધંધો કરે છે. વગેરે વગેરે. હાલ આપણે આપણી સમાજ રચના વિષે ઊંડાણમાં નથી જતા. પરંતુ આવી જ કૈંક સમાજ રચના માનવી સિવાયના અમુક જીવ જંતુઓ માં પણ જોવા મળે છે. જેવા કે કીડી, મધમાખી, ઉધય વગેરે વગેરે. આપણે અત્યારે મધમાખીની સમાજ રચનાની ચર્ચા કરીશુ. મધમાખીના મધપૂડામાં એક રાણી મધમાખી હોય છે જે ઈંડા મૂકે છે. અમુક મધમાખી ખેડૂત મધમાખી હોય છે અને અમુક સૈનિક મધમાખી હોય છે. આ એક સુસંગત સમાજ રચના છે. જેમાં દરેક ના કર્યો નિશ્ચિત હોય છે. અને તેમને એજ કાર્ય કરવાનું હોય છે. પણ આ સમાજ રચના એવી હોય છે કે જેમાં કોઈ પણ સભ્ય કોઈ પણ કાર્ય માટે નાણાં લેતો નથી. અજીબ લાગે એવી વાત કરું છું. કેમ ને? પણ જરા વિચારો, જંતુ જગતનું એક પ્રાણી અને એ પણ સુ સંગત સમાજ ઉભો કરે છે. જેમાં કામદારોના નિશ્ચિત ક