SYSTEM OF HONEY BEES



માનવી સામાજીક પ્રાણી છે. જંગલોમાંથી નીકળીને માનવીએ ગામડા અને શહેર વિકસાવ્યા અને એક સભ્ય સમાજની સ્થાપના કરી. જેમાં લોકોને પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ જેવી કે ઘર, ખોરાક, પાણી વગેરે વગેરે સુખ સુવિધાઓ ઉપલબ્ધ છે. સમાજમાં દરેક માટે પોતાની આવડત મુજબ કર્યો નિશ્તિત છે. ખેડુત ખેતી કરે છે, સૈનિકો સરહદની રક્ષા કરે છે, વેપારી ધંધો કરે છે. વગેરે વગેરે.

હાલ આપણે આપણી સમાજ રચના વિષે ઊંડાણમાં નથી જતા. પરંતુ આવી જ કૈંક સમાજ રચના માનવી સિવાયના અમુક જીવ જંતુઓ માં પણ જોવા મળે છે. જેવા કે કીડી, મધમાખી, ઉધય વગેરે વગેરે. આપણે અત્યારે મધમાખીની સમાજ રચનાની ચર્ચા કરીશુ.

મધમાખીના મધપૂડામાં એક રાણી મધમાખી હોય છે જે ઈંડા મૂકે છે. અમુક મધમાખી ખેડૂત મધમાખી હોય છે અને અમુક સૈનિક મધમાખી હોય છે. આ એક સુસંગત સમાજ રચના છે. જેમાં દરેક ના કર્યો નિશ્ચિત હોય છે. અને તેમને એજ કાર્ય કરવાનું હોય છે.

પણ આ સમાજ રચના એવી હોય છે કે જેમાં કોઈ પણ સભ્ય કોઈ પણ કાર્ય માટે નાણાં લેતો નથી. અજીબ લાગે એવી વાત કરું છું. કેમ ને? પણ જરા વિચારો, જંતુ જગતનું એક પ્રાણી અને એ પણ સુ સંગત સમાજ ઉભો કરે છે. જેમાં કામદારોના નિશ્ચિત કરો છે. આ કામદારો દોઈ પણ ફરિયાદ કાર્ય વગર, કોઈ પણ પ્રકારના કપટ અને સ્વાર્થ વગર પોતાનું કાર્ય કરે છે. દરેક સભ્યને કુદરતી સંસાધન પાર સમાન અધિકાર છે. દરેક સભ્યને પોતાના ઘરમાં(મધપુડામાં) સમાન હક છે. અને દરેકની જરૂરિયાતો સંતોષાય છે. કેવો અદ્દભુત સમાજ! સ્વાર્થ વગરની ભાવના.

આ સમાજની તુલના જો આપણા વર્તમાન સમાજ સાથે કરવામાં આવે તો લાગે કે આપનો સભ્ય સમાજ સભ્ય નથી, અસભ્ય છે. આપણા સમાજનો દરેક વ્યક્તિ બીજા વ્યક્તિને લૂંટી લેવા માંગે છે. પોતાનું જ જીવન ધોરણ સુધારે અને બીજાનું જે થવાનું હોય તે થાય. આ આપણી માનસિકતા છે. અને આ નિર્દોષ જંતુઓ પોતાના સમાજ વિષે વિચારે છે.

ઘણા વાચકોને થશે કે આ બધું શું છે? જંતુઓની સરખામણી માનવી સાથે? કોઈ કહેશે કે બકવાસ વાત કરે છે. પણ જરા વિચારો કે કોઈ જંતુમાં આટલી સામાન્ય સમજણ છે, તો આપણે તો માનવી છીએ. ભગવાને આપણને ઉત્તમ બનાવ્યા છે. જેથી આજે આપણે ચંદ્ર અને મંગળ સુધી પહોંચી શક્યા છે.

માનવી તરીકેનું જીવન સાર્થક કરવું હોય તો સમાજ કલ્યાણ જ શ્રેષ્ઠ રસ્તો છે. પણ સમાજ કલ્યાણ કઈ રીતે? એક સભ્ય સમાજની સ્થાપના કરીને. જે આ મધમાખીના સમાજ જેવી હોય. જેમાં નાણાંનું મૂલ્ય ફક્ત વ્યવહારો પૂરતું જ માર્યાદિત હોય. સંગ્રહખોરી કે નફાખોરી માટે નહીં. સમાજનો દરેક નાનામાં નાનો સભ્ય પણ માન અને મહત્વ ધરાવે જે મોટા મોભાદાર અને વગાડારનું હોય. કોઈ સ્વાર્થ અને ઈર્ષા વગરનો સમાજ.

Comments

Popular posts from this blog

ધર્મ

CAPITALISM IS A FAILURE

જરા વિચારો!