ધર્મ


મહાભારતનું યુદ્ધ પાંડવો અને કૌરવો વચ્ચે લડાયુ હતુ. યુદ્ધને ધર્મયુદ્ધ પણ કહેવામાં આવે છે. જેમાં પાંડવો એટલે કે ધર્મનો વિજય થયો હતો. અને કૌરવો એટલે કે અધર્મનો પરાજય થયો હતોભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર ધર્મનું જ્ઞાન આપ્યુ હતુ. જે ભગવદ્દ ગીતા તરીકે ઓળખાય છે. ભગવાન શ્રી રામે પણ રાવણ(અધર્મ) સામે યુદ્ધ લડ્યુ હતુ. જો ધર્મના રક્ષણ માટે આવા ભીષણ યુદ્ધો થતા હોય અને ભગવાન શ્રી કૃષ્ણ ધર્મનું જ્ઞાન પીરસતા હોય તો ધર્મ ની સાચી સમજણ જાણવી અનિવાર્ય બને છે. અહીં આપણે હિન્દૂ ધર્મ વિષે નથી સમજવાનું. પણ સમજવાનું છે કે, ધર્મ શું છે? ધર્મની પરિભાષા શું છે?

ધર્મને સામાન્યરીતે મજહબ કે RELIGION(રિલિજન) તરીકે અનુવાદ કરવામાં આવે છે. જે હાલની પરિસ્થિતિમાં એક આસ્થા કે શ્રદ્ધાના સ્વરૂપે જોવામાં આવે છે. કૃષ્ણ, શિવ, દુર્ગા જેવા દેવી-દેવતાઓમાં આસ્થા રાખનારનો ધર્મ હિન્દૂ, કુરા' અને પયગંબરમાં આસ્થા રાખનારનો ધર્મ ઇસ્લામ, બાઇબલ અને ઈસુમાં આસ્થા રાખનારનો ધર્મ ઈસાઈ, કોઈ વ્યક્તિપૂજામાં માને છે, કોઈ મૂર્તિપૂજામાં માને છે તો કોઈ મૂર્તિપૂજામાં નથી માનતું. દરેકની માન્યતા પ્રમાણે તેમનો ધર્મ અલગ છે. આમ લોકો અલગ અલગ ધર્મોમાં વહેંચાયેલા છે. તેમજ દરેકની માન્યતા પ્રમાણે દરેક નો ધર્મ અલગ છે. એક કહેવત છે, "જીતને કંકર ઉતને શંકર."

આપણે હાલ ધર્મને આસ્થા અથવા શ્રદ્ધા  જોઈએ છીએ. પરંતુ સંસ્કૃતના શબ્દકોશમાં નજર કરતા જણાશે કે ધર્મનો અર્થ ફરજ, નિયમ વગેરે તરીકે કરવામાં આવે છે. પરંતુ દરેક ભાષામાં સમયની સાથે પરિવર્તન આવે છે. દાખલ તરીકે, SORRY શબ્દ SORROW માંથી બનેલો છે. જે દુઃખની લાગણી દર્શાવવામાટે વપરાય છે. પણ સમય જતા SORRY દુઃખની લાગણીના બદલે માફી માંગવા માટે ઉપયોગમાં આવી ગયો છેમાટે, જો કોઈ પુસ્તક, સાહિત્ય કે શાસ્ત્રનો અભ્યાસ કરવો હોય તો જે તે સમયના ભાષાશાસ્ત્રનું જ્ઞાન લેવું અને તેને જે તે સમયને લગતા સંદર્ભો ચકાસવા અનિવાર્ય છે. ધર્મ શબ્દનો વધુ ઊંડાણથી અભ્યાસ કરતા જણાશે કે ધર્મનો અર્થ આસ્થા અથવા શ્રદ્ધા કે ફરજ કરતા વિશેષ છે. જેના અલગ અલગ સંદર્ભોમાં થોડા થોડા પરિવર્તન આવે છેતેથી તે આપણી હાલની સમજ કરતા વિશાળ છે

માટે , મહાભારતમાં ભીષ્મપિતા યુધિષ્ઠિરને કહે છે કે,[1]
तादृशॊ ऽयम अनुप्रश्नॊ यत्र धर्मः सुदुर्वचः 
दुष्करः परतिसंख्यातुं तर्केणात्र वयवस्यति 
परभावार्थाय भूतानां धर्मप्रवचनं कृतम 
यत सयाद अहिंसा संयुक्तं धर्म इति निश्चयः 

ભાવાર્થ: ધર્મની વ્યાખ્યા કરવી ખૂબ કઠિન છે. ધર્મ માટે કહી શકાય કે જે જીવસૃષ્ટિના ઉત્થાનમાં મદદ કરે તે ધર્મ છે. માટે જે જીવસૃષ્ટિના કલ્યાણને સુનિશ્ચિત કરે તે ચોક્કસ ધર્મ છેમહાન ઋષિમુનિઓએ કહ્યું છે કે, જે શાસન ટકાવી રાખે તે ધર્મ છે.

ધર્મ શબ્દનો અભ્યાસ કરતા પહેલા સૌપ્રથમ મુળશબ્દ(ROOT WORD) વિષે જાણી લઈએ

મુળશબ્દ(ROOT WORD) એવા શબ્દ હોય છે જેની આગળ અથવા પાછળ અન્ય શબ્દ કે અક્ષર જોડવાથી બનતા નવા શબ્દનો અર્થ બદલાય છે. પરંતુ શબ્દનો ભાવ(હેતુ) તે રહે છે. ઉદાહરણ તરીકે, 'વ્ય' ગુજરાતી  ભાષાનો એક મુળશબ્દ(ROOT WORD) છે. જેનો અર્થ દર્શાવવું અથવા જાહેર કરવું થાય. વ્ય ની સાથે ક્તિ જોડાવાથી નવો શબ્દ વ્યક્તિ બને છે. જનો અર્થ દર્શાવનાર કે જાહેર કરનાર થાય. વ્ય ની સાથે અન્ય અક્ષર અથવા શબ્દો જોડાવાથી બનતા બીજા શબ્દો, વ્યાકરણ, કાવ્ય, અભિવ્યક્તિ, વ્યભિચાર વગેરે વગેરે છે. અહીં તમે જોશો કે, વ્ય સાથે અન્ય અક્ષર કે શબ્દ જોડાવાથી બનતા દરેક શબ્દનો અર્થ બદલાય છે. પણ તેનો ભાવ દર્શાવવાનો કે જાહેર કરવાનો રહે છે.

મુળશબ્દ(ROOT WORD) ફક્ત ગુજરાતી કે સંસ્કૃત પૂરતા માર્યાદિત નથી. પરંતુ હિન્દી, અંગ્રેજી, અરબી જેવી અલગ અલગ ભાષાઓમાં પણ જોવા મળે છે. અહીં આપણે ગુજરાતી ભાષાનું ઉદાહરણ જોયુ. તેવી રીતે હિન્દીમાં ખુશ એક મુળશબ્દ(ROOT WORD) છે. જેના પરથી ખુશબૂખુદખુશી, ખુશામત વગેરે શબ્દો બને છે. અંગ્રેજીમાં PORT એક મુળશબ્દ(ROOT WORD) છે. જેના પરથી PASSPORT, IMPORT, PORTABLE વગેરે શબ્દો બને છે. અરબીમાં س ل م  [(س)   (ل)  (م)] મુળશબ્દો(ROOT WORDS)  છે. જેના પરથી સલીમ, સ્લામ, મુસ્લિમ વગેરે શબ્દો બને છે. અહીં તમે જોશો કે એક  મુળશબ્દ(ROOT WORD) માંથી અલગ અલગ શબ્દ બને છે અને દરેક શબ્દનો અર્થ અલગ છે. પરંતુ મુળશબ્દ(ROOT WORD)વાળા દરેક શબ્દનો ભાવ સરખો છે.

આમ, કોઈ પણ ભાષામાં અલગ અલગ મુળશબ્દો(ROOT WORDS) પરથી કોઈ પણ શબ્દનો ભાવ જાણી શકાય છે.

ધર્મ(धर्म) સંસ્કૃત ભાષાનો શબ્દ છે. સંસ્કૃત શબ્દાવલી, शब्द्कल्प्द्रुमः[2] નો અભ્યાસ કરતા જણાશે કે, ધર્મ(धर्म) 'धृમુળશબ્દ(ROOT WORD) માંથી બનેલો છે'धृમાંથી બીજા શબ્દો જેવા કે राधृति વગેરે શબ્દો પણ બને છે'धृનો અર્થ ટકાવવું, ધારણ કરવું, સંભારળવું વગેરે થાય છે. આમ, धर्मधराधृति નો ભાવ(હેતુ) ટકાવવું, ધારણ કરવું, સંભારળવું જેવો થાય. પણ દરેકના અર્થ જુદા હોય.

ધર્મમાં 'धृ' ની સાથે '' જોડાયેલો છે. જેથી તેનો અર્થ વ્યવસ્થા જાળવવી, સંચાલન કરવું કે પ્રણાલી જેવો થાય છેજેમાં ન્યાય, સત્ય, અહિંસા,અભ્યાસસુરક્ષા, સ્વધર્મ, નૈતિક મૂલ્યોવગેરેનો સમાવેશ કે ધારણ થયા છે. ટૂંકમાં, એક સંપૂર્ણ રાજ્ય વ્યવસ્થા, જેમાં દરેક પ્રકારની વ્યવસ્થા હોય.  સરળ અંગ્રેજી ભાષામાં કહીએ તો એક ORGANISED SYSTEM કહી શકાય. એટલે એવી પ્રણાલી જે સંચાલન કરે અને વ્યવસ્થા જાળવે અથવા વ્યવસ્થા ટકાવે. આમ, ધર્મ એટલે એવી સિસ્ટમ જેના આધારે જે તે વ્યક્તિનું અંગત અથવા સમુદાયનું વ્યવસ્થા તંત્ર જળવાય.

માટે , શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે,[3]
यदा यदा हि धर्मस्य ग्लानिर्भव ति भारत
अभ्युत्थान मधर्मस्य तदात्मानं सृजाम्यहम् 
परित्राणाय साधूनां विनाशाय दुष्कृताम् 
धर्मसंस्था पनार्थाय सम्भवामि युगे युगे

ભાવાર્થ: જ્યારે જ્યારે ધરતી પર ધર્મ(SYSTEM) નો નાશ થાય છે અને અધર્મનો ઉદય થાય છે, ત્યારે ત્યારે સાધુઓ(ધર્મના માર્ગ પાર ચાલનારા)ના ન્યાય તેમજ રક્ષા અને ધર્મની પુના:સ્થાપના (REESTABLISHMENT OF SYSTEM) માટે હું ધરતી પર અવતરિત થાઉં છું.

તેમજ, અર્જુન કહે છે કે,[4]
त्वमव्ययः शाश्वतधर्मगोप्ता 

ભાવાર્થ: આપ શાશ્વત ધર્મ(SYSTEM)ના રક્ષક છો.

અહીં, આપણે જોઈ શકીએ છીએ કે, ધર્મના સ્થાને આસ્થા, શ્રદ્ધા, ફરજ કે નિયમ કરવાથી શ્લોક અર્થપૂર્ણ જણાતા નથી. પરંતુ ધર્મને એક SYSTEMના સ્વરૂપમાં જોવાથી શ્લોક અર્થપૂર્ણ લાગે છે. અને SYSTEM પણ એવી કે જેનાથી માનવ સમુદાય કે સંપૂર્ણ જીવસૃષ્ટિ ની પ્રગતિ થાય
મહાભારતના અન્ય એક શ્લોક કહ્યું છે કે,[5]
धारणाद धर्मम इत्य आहुर धर्मॊ धारयति परजाः 
यः सयाद धारण संयुक्तः धर्म इति निश्चयः 

ભાવાર્થ: ધર્મ(SYSTEM) સમાજને ટકાવી રાખે છે. ધર્મ(SYSTEM) સામાજિક વ્યવસ્થા જાળવી રાખે છે. ધર્મ(SYSTEM) માનવ પ્રગતિ સુનિશ્ચિત કરે છે. ધર્મ(SYSTEM) ચોક્કસપણે હેતુઓને પૂર્ણ કરે છે..

અહીં, આપણે ધર્મને એક SYSTEM ના સ્વરૂપમાં જોઈએ છીએ. પણ દરેક SYSTEMમાં ચોક્કસ નીતિ-નિયમો હોય છે. SYSTEM ના નિયમોનો આંશિક અંદાજો લઈએ

સત્ય માટે બૃહદારણ્યક ઉપનિષદમાં કહ્યું છે કે,[6]
नैव व्यभवत् तच्छ्रेयो रूपमत्यसृजत धर्मम्  
तदेतत्क्षत्रस्य क्षत्रं यद्धर्मस्तस्माद्धर्मात् परं नास्त्यथो 
अबलीयान् बलीयासमाशसते धर्मेण यथा राज्ञैवम् यो वै  
धर्मः सत्यं वै तत् तस्मात्सत्यं वदन्तमाहुर्धर्मं वदतीति धर्मं 
वा वदन्त सत्यं वदतीत्येतद्ध्येवैतदुभयं भवति  

ભાવાર્થધર્મ(SYSTEM)થી વિશેષ કઈ નથી. ધર્મ(SYSTEM)થી નબળા લોકો, રાજા પર પણ પ્રભુત્વ મેળવી શકે છે. સાચે  ધર્મ(SYSTEM) સત્ય છે. માટે કહેવાય છે કે, જયારે કોઈ સત્ય બોલે છે તો તે ધર્મ(SYSTEM)નું પાલન કરે છે. અને જો કોઈ ધર્મ(SYSTEM)નું પાલન કરે છે, તો તે સાચો છે. બંને રીતે તે સાચો છે.

સદાચાર માટે મહાભારતમાં કહ્યું છે કે,[7]
आगमानां हि सर्वेषाम आचारः शरेष्ठ उच्यते
आचार परभवॊ धर्मॊ धर्माद आयुर विवर्धते

ભાવાર્થ: જ્યારે જ્ઞાનની વાત થાય છે, સદાચાર સૌથી ઉપર છે, કારણ કે ધર્મ(SYSTEM) આચરણ પર ટકે છે. જ્યારે કોઈ વ્યક્તિનું આચરણ ધર્મ(SYSTEM) મુજબ હોય છે, તો તેનું જીવન સફળ થાય છે.

આપણે જાણીએ છીએ કે, કોઈ પણ વ્યવસ્થા કે વ્યક્તિ ત્યારે સફળ થાય છે, જ્યારે તેની કાર્ય પદ્ધતિ એટલે કે SYSTEM સુવ્યવસ્થિત હોય. જો કોઈ SYSTEM માં ભ્રસ્ટાચાર એટલે કે દુરાચાર(સદાચારનું વિરોધી) કરે તો SYSTEM ગમે એટલી સારી કેમ હોય, સફળ થાય શકે નહિ

આર્થિક ઉન્નતિ માટે વાલ્મિકી રામાયણમાં કહ્યું છે કે,[8] 
धर्माद अर्थः परभवति धर्मात परभवते सुखम
धर्मेण लभते सर्वं धर्मसारम इदं जगत

ભાવાર્થ: ધર્મ(SYSTEM)થી સુખ અને સંપત્તિ પ્રાપ્ત થાય છે. હકીકતમાં ધર્મ(SYSTEM)થી બધુ પ્રાપ્ત થઇ શકે છે. આખું જગત ધર્મ(SYSTEM)ના આધારે ચાલે છે.

મહાભારતમાં પણ આર્થિક ઉન્નતિ માટે કહ્યું છે કે,[9]
ऊर्ध्वबाहुर विरौम्य एष कश चिच छृणॊति मे
धर्माद अर्थश कामश किमर्थं सेव्यते

ભાવાર્થ: (વ્યાસજી કહે છે) મારા હાથ ઊંચા કરી, વિલાપ કરી કહું છું. છતાં પણ કોઈ સાંભળતું નથી. (હે માનવજાત) ધર્મ(SYSTEM)થી ધન અને ઈચ્છા એમ બંનેની પૂર્ણ થઇ શકે છે. તો તમે ધર્મ(SYSTEM)ને કેમ અનુસરતા નથી?

વિજય પ્રાપ્તિ માટે મહાભારતમાં કહ્યું છે કે,[10]
सर्वं तवम आयती युक्तं भाषसे पराज्ञसंमतम
चॊत्सहे सुतं तयक्तुं यतॊ धर्मस ततॊ जयः 

ભાવાર્થ: જ્યાં ધર્મ(SYSTEM) છે, ત્યાં વિજય થાય છે.

વિજય એટલે ફક્ત યુદ્ધમાં જ વિજય મેળવવું જ નહિ. પરંતુ કોઈ પણ કાર્યમાં સફળતા મેળવવી પણ એક વિજય જ ગણાય. જેનામાટે એક ચોક્કસ પદ્ધતિ(SYSTEM)થી કાર્ય કરવું પડે. 

રક્ષામાટે ભગવદ્દ ગીતામાં કહ્યું છે કે,[11]
स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात्

ભાવાર્થ: જો ધર્મ(SYSTEM)ને નાના પાયે પણ અનુસરવામાં આવે તો તે મોટા વિનાશથી પણ બચાવે છે

કુરુક્ષેત્ર યુદ્ધભૂમિમાં વિમાસણમાં અર્જુન શ્રી કૃષ્ણને ધર્મ વિષે પોતાનો મંતવ્ય કહે છે કે,[12]
कुलक्षये प्रणश्यन्ति कुलधर्माः सनातनाः।
धर्मे नष्टे कुलं कृत्स्नमधर्मोऽभिभवत्युत।।
ભાવાર્થકુળનો નાશ થતા સનાતન કુળધર્મો(FAMILY TRADITION, FAMILY SYSTEM) નષ્ટ થઇ જાય છે અને ધર્મ(SYSTEM) નાશ પામતા સમસ્ત કુળમાં પાપ પણ ચારેકોર ફેલાય છે.

અને શ્રી કૃષ્ણ અર્જુનને ધર્મ વિષે સમજાવતા કહે છે કે,[13]  
स्वधर्ममपि चावेक्ष्य  विकम्पितुमर्हसि।
धर्म्याद्धि युद्धाछ्रेयोऽन्यत्क्षत्रियस्य  विद्यते।।

ભાવાર્થ: અને સ્વધર્મ(SELF SYSTEM)ને જોતા પણ તારે ભય પામવો જોઈએ; કેમકે ક્ષત્રિય માટે ધર્મયુદ્ધ(BATTLE FOR SYSTEM) થી વધીને બીજું કોઈ કર્તવ્ય નથી

તેમજ, આગળ શ્રી કૃષ્ણ કહે છે કે,[14]
श्रेयान्स्वधर्मो विगुणः परधर्मात्स्वनुष्ठितात्।
स्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावहः।।

ભાવાર્થ: સારીરીતે આચરવામાં આવેલા અન્યના ધર્મ(SYSTEM) કરતા ગુણ વિનાનો હોવા છતાં પણ પોતાનો ધર્મ(SYSTEM)ઘણો ચઢિયાતો છે; પોતાના ધર્મ(SYSTEM)માં તો મારવું પણ કલ્યાણકારી છે અને અન્યનો ધર્મ(SYSTEM) તો ભય પ્રદ છે.

ધર્મ ફક્ત સામાજિક ધોરણે નહિ હોતો. પરંતુ અંગત જીવનશૈલી પણ એક રીતે નિયમબદ્ધ  પદ્ધતિ મુજબ હોવી જોઈએ. જે સ્વધર્મ અને કુળધર્મ મુજબ હોય.

ટૂંકમાં, ધર્મ માટે કહીએ તો,[15] 
क्षमा सत्यं दमः शौचं दानमिन्द्रियसंयमः
अहिंसा गुरुशुश्रूषा तीर्थानुसरणं दया
आर्जवं लोभशून्यत्वं देवब्राह्मणपूजनम्
अनभ्यसूया तथा धर्मः सामान्य उच्यते

ભાવાર્થ: સામાન્યરીતે ધર્મ(SYSTEM)માં દયા, સત્ય, પ્રામાણિકતા, વગેરેનો સમાવેશ થાય છે.

આપણે જોઈ શકીએ છીએ કે ધર્મમાં ન્યાય, રક્ષા અને વિકાશ વગેરેનો સમાવેશ થાય છે. જે એક વ્યવસ્થાતંત્ર(SYSTEM)માં હોય છે. જેમાં પોતાના વ્યક્તિગત તેમજ સામાજિક ધર્મ એટલે કે પોતાના તેમજ સમાજના નિયમો, પદ્ધતિ વગેરેનો પણ સમાવેશ થાય છે. આમ, એક SYSTEM ધર્મની પરિભાષાને સાર્થક કરે છે. 

ઉપરાંત તમે જોશો કે જંતુ જગતમાં કીડી, ઉધાય, મધમાખી વગેરેએ એક પ્રકારની વ્યવસ્થા ઉભી કરી છે. જેથી તેમનું જીવનચક્ર અડચણ વગર ચાલે છે. આ તેમનો ધર્મ છે. આ ઉપરાંત તમે બ્રહ્માંડમાં ક્યાંય પણ નજર કરશો તો તમને દેખાશે કે સંસારની કોઈપણ રચના એક પ્રકારના નિયમો(SYSTEM)ને આધારે ચાલે છે. સૂર્ય, ચંદ્ર, પૃથ્વી વગેરેથી માંડી અણુ-પરમાણુ પણ ચોક્કસ નિયમોને આધીન છે. પૃથ્વીનો ધર્મ છે કે તે સૂર્યની ફરતે પ્રદક્ષિણા કર. સૂર્યનો ધર્મ છે કે તે પ્રકાશ આપે. આ નિયમો પણ એક (SYSTEM) ના ભાગ જ છે. 

કોઈ પણ વ્યક્તિ અથવા સમાજની પ્રગતિનો આધાર તેની સમાજરચનામાં હોય છે. એટલે કે તેની SYSTEM પાર આધાર રાખે છ. અમેરિકા, યુરોપ જેવા વિકસિત દેશોના વિકાશનું મૂળ કારણ ત્યાંની મુક્ત વિચારસરણી છે. જે ત્યાંની સિસ્ટમે અપનાવી છે. જે સમાજમાં થતા કોઈ પણ કાનૂની અથવા ગેરકાનૂની કર્યો પર નજર રાખે છે.

કંઈક આવી જ વ્યવસ્થા(ધર્મ)ની સ્થાપના આપણા સમાજમાં કરવામાં આવે તો આપણા સમાજમાં પણ ન્યાય અને રક્ષા સાથે સમાજની ઉન્નતિ થઇ શકે. કોઈ પણ વ્યવસાયમાં પણ ધર્મ(SYSTEM) અસર કરે છે. જો કોઈ પણ વ્યવસાય એક ચોક્કસ પદ્ધતિ(SYSTEM)થી કરવામાં ન આવે તો વ્યવસાય પડીભાંગે છે. આપણા ટ્રાફિકના નિયમોનું પાલન કરવું પણ આપનો ધર્મ છે. જેમાં એક ચોક્કસ SYSTEM અનુસરવાની કરવાની હોય છે. જેના વગર ટ્રાફિક સમસ્યા પેદા થાય છે.

મૂળભૂતરીતે તો શ્રીમદ્દ ભગવદ્દ ગીતાનો સાર પણ ધર્મનું આચરણ જ છે. 

અંતમાં, જાવેદ અખ્તરની એક કવિતાની પંકતિથી સમાપ્ત કરીએ,[16]

मुझे तो ये लगता है जैसे किसी ने यह साज़िश रची है
मगर कोई है जो कहता है मुझसे के हैं आज भी
लफ़्ज़मानी के ऐसे परीश्तारो शहादा
जो मानी को यूँ बेज़बान
लफ़्ज़ को ऐसे नीलाम होने देंगे

-:સમાપ્ત:-
*વાચકોને અનુરોધ છે કે સંદર્ભો ચકાસી અનુવાદ કરે.
સંદર્ભ:
[1] મહાભારત શાંતિપર્વઅધ્યાય 110, શ્લોક 9 થી 10

[2] VOLUME-2 PAGE NO. 778, અલગ અલગ પ્રકાશન મુજબ PAGE NO. અલગ હોય શકે છેhttps://archive.org/details/sabdakalpadrumah02devauoft/page/778

[3] શ્રીમદ્દ ભગવદ્દ ગીતા અધ્યાય 4, શ્લોક 7 થી 8

[4] શ્રીમદ્દ ભગવદ્દ ગીતા અધ્યાય 11, શ્લોક 18

[5] મહાભારત કર્ણપર્વઅધ્યાય 49, શ્લોક 50

[6] બૃહદારણ્યક ઉપનિષદ I.iv.14

[7] મહાભારત અનુશાસન પર્વઅધ્યાય 107, શ્લોક 147

[8] વાલ્મિકી રામાયણ અરણ્યકાંડઅધ્યાય 8, શ્લોક 26

[9] મહાભારત સ્વર્ગ આરોહણ પર્વઅધ્યાય 5, શ્લોક 49

[10] મહાભારત ઉદ્યોગ પર્વઅધ્યાય 39, શ્લોક 7

[11] શ્રીમદ્દ ભગવદ્દ ગીતા અધ્યાય 2, શ્લોક 40

[12] શ્રીમદ્દ ભગવદ્દ ગીતા અધ્યાય 1, શ્લોક 39

[13] શ્રીમદ્દ ભગવદ્દ ગીતા અધ્યાય 2, શ્લોક 31

[14] શ્રીમદ્દ ભગવદ્દ ગીતા અધ્યાય 3, શ્લોક 35

[15] વિષ્ણુધર્મસૂત્ર, અધ્યાય 2, શ્લોક 16 થી 17

Comments

Popular posts from this blog

CAPITALISM IS A FAILURE

જરા વિચારો!