Posts

જરા વિચારો!

Image
મારા એક એક મિત્રએ મને Whatsapp પર એક મેસેજ બતાવ્યો અને કહ્યું, "જો મેસેજમાં શું લખ્યું છે?" મેં મેસેજ વાંચ્યો અને તેમાં લખ્યું હતું, "ઈંડા અને મરઘી ખાવાથી કેન્સર થાય છે." મારા મિત્રએ મને કહ્યું કે, "જો!! Whatsappના મેસેજમાં પણ લખેલું આવે છે કે જોનવેજ ખાવું જોઈએ નહિ." મેં પૂછ્યું, "આ મેસેજની પ્રમાણભૂતતા શું છે? આ મેસેજ મોકલનાર વ્યક્તિએ શું રિસર્ચ કર્યું છે? શું આ વ્યક્તિ એક પ્રમાણભૂત રિસર્ચર છે? કે પછી કોઈ રૂઢિવાદી વ્યક્તિએ આ મેસેજ બનાવીને મોકલ્યો છે?" મારા મિત્રએ જવાબ આપ્યો, "તુ અમારી વાત માનશે નહિ. તને ગમે એટલુ શોધીને બતાવીએ તો પણ તું નોનવેજ છોડવાનો નથી." મેં કહ્યું, "મને કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ આપો તો હું નોનવેજ છોડવા તૈયાર છું." પછી મેં ઈન્ટરનેટ ઉપર વેજિટેબલ ઉપર શોધ્યું અને વેજિટેબલ ખાવાથી થતા કેન્સરની વિગતો આપી. અને તે પણ પ્રમાણ વગરની જ આપી. ત્યારે તેમને વેજિટેબલથી થતા કેન્સરની વાત માણવાની ના પાડી. એમણે કહ્યું, "આ બધું ખોટું છે." મેં કહ્યું, "જો આ બધુ પ્રમાણ વગરનું ખોટું હોય, તો તમારો પ્રમાણ વગરનો મેસેજ સ

ધર્મ

Image
મહાભારતનું યુદ્ધ પાંડવો અને કૌરવો વચ્ચે લડાયુ હતુ . આ યુદ્ધને ધર્મયુદ્ધ પણ કહેવામાં આવે છે . જેમાં પાંડવો એટલે કે ધર્મનો વિજય થયો હતો . અને કૌરવો એટલે કે અધર્મનો   પરાજય થયો   હતો .  ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કુરુક્ષેત્રની   યુદ્ધભૂમિ પર ધર્મનું જ્ઞાન આપ્યુ હતુ . જે ભગવદ્દ ગીતા તરીકે ઓળખાય છે . ભગવાન શ્રી   રામે પણ રાવણ ( અધર્મ ) સામે યુદ્ધ લડ્યુ હતુ . જો ધર્મના રક્ષણ   માટે આવા ભીષણ યુદ્ધો   થતા હોય અને ભગવાન   શ્રી કૃષ્ણ ધર્મનું જ્ઞાન પીરસતા હોય તો ધર્મ ની સાચી સમજણ જાણવી અનિવાર્ય બને છે . અહીં આપણે હિન્દૂ ધર્મ વિષે નથી સમજવાનું . પણ એ સમજવાનું છે કે , ધર્મ શું છે ? ધર્મની પરિભાષા શું છે ? ધર્મને સામાન્યરીતે મજહબ કે RELIGION( રિલિજન ) તરીકે અનુવાદ કરવામાં આવે છે . જે હાલની પરિસ્થિતિમાં એક આસ્થા કે શ્રદ્ધાના સ્વરૂપે જોવામાં આવે છે . કૃષ્ણ , શિવ , દુર્ગા   જેવા દેવી - દેવતાઓમાં આસ્થા રાખનારનો ધર્મ હિન્દૂ , કુરા ' ન અને પયગંબરમાં આસ્થા રાખનારનો ધર્મ ઇસ્લામ , બાઇબ