જરા વિચારો!



મારા એક એક મિત્રએ મને Whatsapp પર એક મેસેજ બતાવ્યો અને કહ્યું, "જો મેસેજમાં શું લખ્યું છે?" મેં મેસેજ વાંચ્યો અને તેમાં લખ્યું હતું, "ઈંડા અને મરઘી ખાવાથી કેન્સર થાય છે." મારા મિત્રએ મને કહ્યું કે, "જો!! Whatsappના મેસેજમાં પણ લખેલું આવે છે કે જોનવેજ ખાવું જોઈએ નહિ." મેં પૂછ્યું, "આ મેસેજની પ્રમાણભૂતતા શું છે? આ મેસેજ મોકલનાર વ્યક્તિએ શું રિસર્ચ કર્યું છે? શું આ વ્યક્તિ એક પ્રમાણભૂત રિસર્ચર છે? કે પછી કોઈ રૂઢિવાદી વ્યક્તિએ આ મેસેજ બનાવીને મોકલ્યો છે?" મારા મિત્રએ જવાબ આપ્યો, "તુ અમારી વાત માનશે નહિ. તને ગમે એટલુ શોધીને બતાવીએ તો પણ તું નોનવેજ છોડવાનો નથી." મેં કહ્યું, "મને કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ આપો તો હું નોનવેજ છોડવા તૈયાર છું." પછી મેં ઈન્ટરનેટ ઉપર વેજિટેબલ ઉપર શોધ્યું અને વેજિટેબલ ખાવાથી થતા કેન્સરની વિગતો આપી. અને તે પણ પ્રમાણ વગરની જ આપી. ત્યારે તેમને વેજિટેબલથી થતા કેન્સરની વાત માણવાની ના પાડી. એમણે કહ્યું, "આ બધું ખોટું છે." મેં કહ્યું, "જો આ બધુ પ્રમાણ વગરનું ખોટું હોય, તો તમારો પ્રમાણ વગરનો મેસેજ સાચો?" એમણે કહ્યું, "એ સાચું જ છે." મારે ચર્ચાનો અંત કરવો પડ્યો.

ઉપરની ચર્ચા પહેલા પણ, આ વિષય ઉપર, મારી મારા મિત્ર સાથે ઘણી ચર્ચા થઇ છે. અને મેં તેમને ઘણા વૈજ્ઞાનિક તારણો પણ દર્શાવ્યા હતા.પરંતુ તેઓ પોતાની રૂઢિચુસ્ત માનસિકતાના કારણે માનવા તૈયાર નથી. આ વિષે વિચારતા મને લાગ્યું કે, જ્યારે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ બાબતમાં આંધળો વિશ્વાસ ધરાવતી હોય ત્યારે તેને કોઈ પણ બાબતની ચર્ચા પ્રમાણ સાથે કરવામાં આવે, તો પણ તે એ વાતને માનવા તૈયાર ન થાય. અને આવા વ્યક્તિ એ જ વાતને વળગી રહે છે, જેમાં તેમનો વિશ્વાસ હોય છે. ભલે ને! એ વાત પ્રમાણ વગરની પણ કેમ ન હોય. અને જ્યારે કોઈ એમની કોઈ વાતને વૈજ્ઞાનિક સ્વીકૃતિ મળી હોય ત્યારે કહે છે કે, "હવે તો વિજ્ઞાન પણ આ વાત ને માને છે." ત્યારે સવાલ થાય કે, "વિજ્ઞાનતો પહેલા પણ ગણું બધું કહે છે. એ તમે સ્વીકારવા તૈયાર નથી. અને જ્યારે તમારી વાત ને વિજ્ઞાનનું સમર્થન મળે ત્યારે વિજ્ઞાન સાથે એ વાત પૂરતા જ સંમત થાવો છો." ટૂંકમાં, જે બાબતમાં પોતાનો 'અહંમ' સંતોષાતો હોય એ વાત સાચી અને બીજી બધી વાત ખોટી.

આવી પ્રકૃતિ મોટાભાગે ધાર્મિક લોકોમાં વધારે જોવા મળે છે. તેમને ફક્ત પોતાની જ માન્યતાઓ માં વિશ્વાસ હોય છે. જો તેના વિરુદ્ધ પુરાવા રજુ કરવામાં આવે તો પણ તે ખોટા કહી નકારી કાઢે છે. અને તેમની વાતના જો પુરાવા માંગવામાં આવે તો તેઓ જવાબ ન આપવાના કારણે અકળાઈ જાય છે. અથવા ગલ્લા તલ્લા કરી વાતને ફેરવી નાખે છે. અથવા તો પાયા વગરના પુરાવા રજુ કરે છે. જે તર્ક વગરના અને અવૈજ્ઞાનિક હોય છે. શું કુદરત તેના વિષે જાણવાની ના પાડે છે?

આપણે કુદરતનો આભાર માનવો કે તેણે આપણને તર્ક અને વિચારવાની શક્તિ આપી છે. તો તેઓ ઉપયોગ કરી સત્ય અને અસત્ય વિષે વિચારી નિર્ણય કેમ ન લેવા?

Comments

Popular posts from this blog

ધર્મ

CAPITALISM IS A FAILURE